મોરબી પંથકમાં સતત પાંચ દિવસથી ભારે વરસાદને કારણે ખાસ કરીને ખેતરોમાં પાણી ભરાતા મોલની સ્થિતિ નાજુક બની હતી. મોરબીના સોખડા ગામે ત્રણ દિવસથી ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ થઈ હતી. ગામના ખેડૂતોના જણાવ્યા મુજબ ગામમા કેડ સમાણા પાણી ભરાયા હતા.ખેતરોમાં કપાસનો મોલ હજુ ઊગી નીકળ્યા હતા. કપાસનો ફાલ આવે તે પહેલા મોલ ઉપર ત્રણ ફૂટ જેટલા ખેતરોમાં પાણી ભરાયા હતા. કપાસનો પાક ડૂબી ગયો હતો. આથી બધા જ ખેડૂતોનો મોલ બગડી ગયો છે પાકને મોટી નુકશાની થઈ છે. ખેતરોમાં પાણી ભરેલા હતા એટલે ખેતરમાં જવાતું જ ન હતું . હજુ પણ પાણી ભરેલા હોય કપાસનો પાક જ નાશ પામ્યો હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે.