મોરબી જિલ્લામાંથી પાવર ગ્રીડ કંપનીની 765 કેવીની હેવી લાઇન ખેડૂતોના ખેતરમાંથી નીકળતી હોય પણ કંપની તરફથી ઓછું વળતર અપાતું હોવાની રાવ સાથે માળીયા અને હળવદ તાલુકાનાં ખેડૂતોએ કલેકટરને રજુઆત કરી છે.
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, કચ્છના લાકડીયાથી અમદાવાદ તરફ 765 કેવી ની વીજ લાઇન પથરવાનું કામ હાલમાં પાવર ગ્રીડ કરવામાં આવી રહ્યું છે અને તેની સામે અગાઉ પણ ખેડૂતો દ્વારા વળતર બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો તો પણ કંપનીએ ખેડૂતોને પૂરતું વળતર આપેલ નથી જેથી કરીને હાલમાં માળીયા(મી.) તાલુકાના જુના ઘાંટીલા, ખાખરેચી, વેણાસર, વેજલપર, કુંભારીયા તેમજ હળવદ તાલુકાનાં મંગળપૂર સહિતના ગામના ખેડૂતોએ કલેક્ટર કચેરીએ રજુઆત કરીને યોગ્ય વળતર આપવાની માંગ કરી હતી.