સલામતીના સાધનો આપ્યા વગર સેફટી ટેન્ક સાફ કરાવ્યાનો આક્ષેપ
મોરબી : મોરબીના ગાળા ગામ નજીક આવેલ સિરામિક ફેક્ટરીની સેફટી ટેન્કમાંથી ગંદુ પાણી ટેન્કરમાં ભરાવી એડીકોન નામના કારખાનાની સેફટી ટેન્કમાં ખાલી કરાવતા સમયે સફાઈ કર્મચારીનું મૃત્યુ નિપજવા મામલે મૃતકના પિતાની ફરિયાદને આધારે કારખાનેદાર વિરુદ્ધ બેદરકારી દાખવવા સબબ ગુન્હો દાખલ કરાયો છે.
ગત તા.15 માર્ચના રોજ મોરબીના ગાળા ગામની સીમમાં આવેલ ગ્રેસર્ટ સિરામિક ફેક્ટરીની સેફટી ટેન્કમાંથી ગંદુ પાણી ભરાવી એડીકોન સિરામિક કારખાનામાં ટેન્કર ખાલી કરાવતા સમયે અજય જ્યંતિભાઈ લઢેર નામના યુવાનનું સેફટી ટેન્કમાં પડી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવના મૃતકના પિતા જ્યંતિભાઈ દુદાભાઇ લઢેર રહે.રાજકોટ વાળાએ ગ્રેસર્ટ સિરામિક ફેકટરીના જવાબદાર લોકોએ સલામતીના સાધનો આપ્યા વગર અજયભાઈ પાસે સેફટી ટેન્કની સફાઈ કરાવી હોવાનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસ કાયદાની કલમ 106(1)મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.