Thursday - Jun 25, 2026

માળિયા (મિ.)માં BLOની કામગીરી સોંપાતા આંગણવાડી વર્કરોમાં ભારે નારાજગી

માળિયા (મિ.)માં BLOની કામગીરી સોંપાતા આંગણવાડી વર્કરોમાં ભારે નારાજગી

આંગણવાડી વર્કરોએ BLOની કામગીરીનો ભારે વિરોધ કરી આ કામગીરીમાંથી મુક્તિ આપવા મદદનીશ મતદાર નોંધણી અધિકારીને રજૂઆત કરી
 

માળિયા (મિ.)માં BLOની કામગીરી સોંપાતા આંગણવાડી વર્કરોમાં ભારે નારાજગી

મોરબી : માળિયા (મિયાણા) તાલુકાના આંગણવાડી વર્કરોને BLOની કામગીરી સોંપતા ભારે નારાજગી વ્યાપી ગઈ છે. આ આંગણવાડી વર્કરોએ બીએલઓની કામગીરીનો ભારે વિરોધ કર્યો છે અને આ કામગીરીમાંથી મુક્તિ આપવા મટે મદદનીશ મતદાર નોંધણી અધિકારીને બાળવિકાસ યોજના અધિકારી CDS શાખા માળિયા મિયાણા મારફતે લેખિત રજૂઆત કરી છે.

માળિયા (મિ.)માં BLOની કામગીરી સોંપાતા આંગણવાડી વર્કરોમાં ભારે નારાજગી

માળીયાના આંગણવાડી વર્કરોએ રજૂઆતમાં જણાવ્યું છે કે, આંગણવાડી વર્કરોમાં ઘણા મોટી ઉંમરના મહિલાઓ છે. જેઓ ઓછું ભણેલા હોવાથી BLOનું કામ કરવા અસમર્થ છે. આંગણવાડી વર્કરને ઘણી બધી ઓનલાઈન કામગીરીમાં મુશ્કેલી પડતી હોય અને આ બધી ઓનલાઈન કામગીરી સમયસર થઈ શકતી ન હોય ત્યારે આ વધારાના બોજ સમાન આ બીએલઓની કામગીરી કેવી રીતે થઈ શકે ? આંગણવાડી કેન્દ્રમાં 6 રજિસ્ટર પણ નિભાવવાની જવાબદારી હોય છે તે પણ કેન્દ્રના સમય પછી પૂર્ણ કરીએ છીએ તો BLOની કામગીરી ઘણી અઘરી લાગે છે. આંગણવાડી કેન્દ્ર ઉપર બાળકોને પૂર્ણ પ્રાથમિક શિક્ષણની થીમ મુજબ પ્રવૃત્તિ કરાવવાની થતી હોય તેના સમયમાં બિન કામગીરી શક્ય નથી. આંગણવાડી કેન્દ્રમાં લાભાર્થીની હાજરી, સ્ટોક અને અન્ય કામગીરીનું ભારણ હોવાથી BLOની કામગીરી શક્ય નથી. સગર્ભા-ધાત્રીના લાભાર્થી અને વાલીઓની મુલાકાત લેવાની હોય છે. નોંધાયેલા પોષણ ટ્રેકરના લાભાર્થીના ઈ-કેવાયસી અને ફોટો કેપ્ચરની કામગીરી દર મહિને કરવાની હોય છે. આમ આંગણવાડી વર્કરો પાસે ઘણી બધી કામગીરી હોવાથી BLOની કામગીરી કરવી શક્ય નથી. તેથી આ કામગીરીથી આંગણવાડી વર્કરોને બાકાત રાખવાની માંગ કરી છે.