Saturday - May 16, 2026

મોરબીમાં ગૌવંશ પર ધારદાર હથિયાર વડે જીવલેણ હુમલાથી ભારે રોષ

મોરબીમાં ગૌવંશ પર ધારદાર હથિયાર વડે જીવલેણ  હુમલાથી ભારે રોષ

મોરબીમાં
હિન્દુ સમાજની આસ્થા સમાન ગૌવંશ પર ધારદાર હથિયાર વડે કરવામાં આવેલ જીવલેણઘાથી ભારે રોષ વ્યાપી ગયો છે અને ગૌવંશ પ્રેમીઓએ આ હુમલાને વખોડી કાઢી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

સર્વે હિન્દુ સંગઠન દ્વારા આપવામાં આવેલી ફરિયાદ મુજબ હિન્દુ સમાજનો પવિત્ર દિવસ દેવશયની એકાદશી હોય અને હિન્દુ સમાજના તમામ જ્ઞાતિ અને તમામ સંપ્રદાયો માટે પૂજનીય એવા ગૌવંશ પર કોઈ અસામાજિક તત્વો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે તેના પર જીવલેણ હુમલો કરીને હિન્દુ ધર્મની લાગણીને માત્ર ઠેસ જ નહિ પરંતુ સમસ્ત હિન્દુ સમાજને ચેતવણી આપી હિન્દુ આસ્થા પર ઘા કરવામાં આવ્યો છે ગૌવંશને હિન્દુ સમાજ સાક્ષાત ઈશ્વર સ્વરૂપે પૂજે છે તો આ ઘા હિન્દુ સમાજ ના હૃદય પર ઘા છે , આ કૃત્ય માનવતા ને શર્મસાર કરી નાખે એવું કૃત્ય છે આવી વિધર્મી માનસિકતા ધરાવતા અસામાજિક તત્વોને યોગ્ય સજા થાય તેના અનુસંધાને સર્વે હિન્દુ સંગઠન  મોરબી હિન્દુ યુવા વાહિની અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી બેબી બોરીચા દ્વારા ફરિયાદ આપી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.