Sunday - Jul 05, 2026

મોરબી મહાસંઘ દ્વારા શિક્ષકોને સોંપેલી બીએલઓની સોંપેલી કામગીરીમાંથી બાકાત રાખો, કલેકટરને આવેદન

મોરબી મહાસંઘ દ્વારા શિક્ષકોને સોંપેલી બીએલઓની સોંપેલી કામગીરીમાંથી બાકાત રાખો, કલેકટરને આવેદન

કલેકટરે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિને ગુરુઓની વેદના સાંભળી યોગ્ય ઉકેલની ખાત્રી આપી

મોરબીમાં તાજેતરમાં ચૂંટણી પંચની ગાઈડલાઈન નિયમ 1.1,1.2,1.3,1.4 ની જોગવાઈ મુજબ 1.1 અંતર્ગત જે કર્મચારીઓનું નામ જે બુથમાં નામ હોય એને જ બીએલઓ તરીકેની કામગીરી સોંપવી,નિયમ મુજબ- 1.2 મુજબ અન્ય ખાતાના કર્મચારીઓને કામગીરી સોંપવી, નિયમ 1.3 મુજબ જે તે વિસ્તારમાં ફરજ બજાવતા કર્મચારીઓને કામગીરી સોંપવી આવા નિયમો હોવા છતાં શિક્ષકોને વધુને વધુ બીએલઓ તરીકેની કામગીરી સોંપેલ હોય તેમજ શિક્ષકોને સોંપેલ છે એમાં આ મુજબની વિસંગતતા હોય એ બધી વિસંગતતાઓને કલેકટર કે.બી.ઝવેરીએ વ્યવસ્થિત સાંભળી વિસંગતતાઓને દૂર કરવા લગત અધિકારીને સૂચના આપી હતી.

વર્ષોથી જે બુથમાં બીએલઓ કામ કરતા હતા એ જ બુથની કામગીરી સોંપવી.સંવેદનશીલ બુથમાં મહિલા શિક્ષિકાની નિમણુંક ન આપવી, બીએલઓ તરીકે તમામ વિભાગના કર્મચારીઓને સમાન રીતે કામગીરી સોંપવી, નિવૃત્તિના બે ત્રણ વર્ષો બાકી હોય અને ગંભીર બીમારી ધરાવતા શિક્ષિકોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવી.બીએલઓ અંગેની ચૂંટણીપંચની માર્ગદર્શિકા 1.3 મુજબ જે તે બુથમાં ફરજ બજાવતા તમામ વિભાગના કર્મચારીઓને બીએલઓ તરીકેની કામગીરી સોંપવાની જોગવાઈ હોવા છતાં મોટા ભાગના કિસ્સામાં શિક્ષકોને જ બીએલઓ તરીકેની કામગીરી સોંપેલ છે એ અન્યાયકર્તા છે. એક શાળામાંથી છ છ સાત સાત શિક્ષકોને બીએલઓના હુકમ આવેલ હોય મિટિંગ વખતે માસ પ્રોગ્રામ વખતે શાળા અન અધ્યયન રાખવી પડે તેવી પરિસ્થિતિ ઉદ્દભવે છે તો એક શાળામાં કામ કરતા શિક્ષકો પૈકી 50% કે તેથી ઓછા શિક્ષકોના જ બીએલઓ તરીકે હુકમ કરવા.
 

મોરબી મહાસંઘ દ્વારા શિક્ષકોને સોંપેલી બીએલઓની સોંપેલી કામગીરીમાંથી બાકાત રાખો, કલેકટરને આવેદન

ચૂંટણી પંચના નિયમ 1.2 મુજબ અન્ય ખાતાના કર્મચારીઓના ઓર્ડર કાઢવા, મુદ્દો લગત વિસ્તારમાં અન્ય કર્મચારી તેમજ અન્ય ઓફિસ હોવા છતાં શિક્ષકોના જ ઓર્ડર છે.દાખલા તરીકે મિડલ સ્કૂલ માં 8 ય શિક્ષકો છે. ત્યાં મેરિટાઇમ બોર્ડની ઓફિસ પણ છે અને રેલવે કોલોની પણ આવેલ છે,icds ની ઓફિસ આવેલ છે,મેડિકલ કોલેજ આવેલ છે. છતાં એ કર્મચારીઓના હુકમ કરવાના બદલે શિક્ષકોના જ હુકમ કરેલ છે. એક વિસ્તારમાં એકથી વધુ સરકારી કર્મચારી હોય ત્યાં વર્ષોથી બીએલઓની કામગીરી કરતા અને કામગીરીમાંથી મુક્તિ મેળવવા માંગતા બીએલઓને મુક્તિ આપી નવા વ્યક્તિને કામગીરી સોંપવી.