Sunday - Jul 12, 2026

મોરબીના જેતપર રોડ પર વીજ પોલ બન્યા જોખમી, નમી ગયેલા થાંભલાથી અકસ્માતનું જોખમ

મોરબીના જેતપર રોડ પર વીજ પોલ બન્યા જોખમી, નમી ગયેલા થાંભલાથી અકસ્માતનું જોખમ

PGVCLની બેદરકારીના આક્ષેપ; ભારે વાહનોની અવરજવર વચ્ચે અકસ્માતનો ભય, તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ

મોરબી : મોરબીના ઔદ્યોગિક વિસ્તારને જોડતા જેતપર રોડ પર અનેક સ્થળોએ વીજ પોલ જોખમી રીતે નમી ગયા હોવાના આક્ષેપ સાથે સ્થાનિક ઉદ્યોગકારોમાં ભારે રોષ ફેલાયો છે. ભારે વાહનોની સતત અવરજવર વચ્ચે આ પોલ કોઈપણ સમયે ધરાશાયી થઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે અનેક વખત રજૂઆત છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.

ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ રોડની બાજુમાં આવેલા કેટલાક વીજ થાંભલા એક તરફ નમી ગયા છે અને વરસાદી માહોલને કારણે જોખમ વધુ વધી ગયું છે. દરરોજ હજારો વાહનો અને કામદારો આ માર્ગ પરથી પસાર થતા હોવાથી કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં PGVCL દ્વારા તાત્કાલિક સર્વે કરીને જોખમી પોલ બદલવા અથવા મજબૂત કરવાની માંગ ઉઠી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ ઔદ્યોગિક વિસ્તારની વીજ વ્યવસ્થામાં વારંવાર ઊભી થતી સમસ્યાઓ અંગે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ સમયસર કાર્યવાહી ન થતાં હાલ સ્થિતિ વધુ ગંભીર બની છે. ઉદ્યોગકારોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.

મોરબીના જેતપર રોડ પર વીજ પોલ બન્યા જોખમી, નમી ગયેલા થાંભલાથી અકસ્માતનું જોખમ
મોરબીના જેતપર રોડ પર વીજ પોલ બન્યા જોખમી, નમી ગયેલા થાંભલાથી અકસ્માતનું જોખમ