Tuesday - Jul 07, 2026

મોરબીના અમુક વિસ્તારોના કાલે બુધવારે વીજકાપ

મોરબીના અમુક વિસ્તારોના કાલે બુધવારે વીજકાપ

મોરબી : આવતીકાલે તા. 8-1-2025ને બુધવારનાં રોજ PGVCLના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી લાતી પ્લોટ ફીડરમાં આવતા વિસ્તારમાં સવારે 9 થી સાંજના 5 કલાક સુધી નવા લાઈનકામની કામગીરી તેમજ ફીડર સમારકામ માટે પાવર સપ્લાય બંધ રહેશે.

જેમાં હદાણીની વાડી, પ્રમુખ સ્વામી પાર્ક 1 અને 2, અક્ષર પાર્ક, ઉમા રેસીડેન્સી, શ્યામ પાર્ક 1 અને 2, રાધા ક્રૂષ્ણ પાર્ક, પંચાસર રોડ, ન્યુ જનક નગર 1 અને 2, ગીતા ઓઈલ મીલની બાજુનો વિસ્તાર, નિરવ પાર્ક, લાતી પ્લોટ વિસ્તાર, અયોધ્યા પુરી મેઈન રોડ જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે. જેની સર્વે ગ્રાહકોએ નોંધ લેવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.