મોરબી : આવતીકાલે તારીખ 19-1-2025 ને રવિવારના રોજ નવા કામની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCLના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી ટેલીકોમ ફીડરમાં સવારે 9 થી સાંજના 5 કલાક સુધી વીજકાપ રહેશે.
જેમાં વસંત પ્લોટ, કાયાજી પ્લોટ, ભક્તિનગર શેરી નં.1,2,3, ક્રિષ્ના પાર્ક, માધવ માર્કેટ, દર્શન બંગલો સોસાયટી, આદર્શ સોસાયટી, શક્તિ પ્લોટ, વાઘપરા, ચકીયા હનુમાનની આજુબાજુનો વિસ્તાર,ઓમ શાંતિ વિદ્યાલયની આજુબાજુનો વિસ્તાર, સરદારબાગની આજુબાજુનો વિસ્તાર, એપલ હોસ્પિટલની આજુબાજુનો વિસ્તાર, શનાળા રોડ, મહેશ હોટલની આજુબાજુનો વિસ્તાર, સત્યમ પાન વાળી શેરી, ટેલીફોન એક્ષચેન્જની આજુબાજુનો વિસ્તાર, સદભાવના હોસ્પિટલ, ક્રિષ્ના હોસ્પિટલ, જયદીપ પાઉભાજી આજુબાજુનો વિસ્તાર વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે જેની આ ફીડરમાં આવતા તમામ વીજ ગ્રાહકોએ નોંધ લેવા જણાવાયું છે.