તારીખ 8 ફેબ્રુઆરી ને શનિવારના રોજ મહેન્દ્રનગર-હળવદ હાઈવેની લાઈન શિફ્ટ કરવાની કામગીરી હોઇ PGVCL ના મોરબી ઇન્ડ. પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી પીપળી ફીડર સવારે 8 થી બપોરના 3 વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમાં આવતા તમામ વીજ ગ્રાહકોએ નોંધ લેવી. જેમાં તુલસી પાર્ક, સાનિધ્ય પાર્ક, મિલી પાર્ક, ધર્મમંગલ સોસાયટી, સીએનજી પમ્પ, સિદ્ધિ વિનાયક પાર્ક, મહેન્દ્રનગર ચોકડી આજુબાજુના કોમર્શિયલ કનેક્શન, ક્રાંતિ જ્યોત પાર્ક, પ્રભુ કૃપા ટાઉનશીપ, મહેન્દ્રનગર જુના ગામ, નીલકંઠ પાર્ક, પ્રભુ કૃપા રેસિડેન્સી, હરિગુણ રેસિડેન્સી, નવી પીપળી, જૂની પીપળી વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.