Saturday - May 16, 2026

મોરબી બાર એસો.ના જોઈન્ટ સેક્રેટરી અને કારોબારીની ચૂંટણી યોજાઈ

મોરબી બાર એસો.ના જોઈન્ટ સેક્રેટરી અને કારોબારીની ચૂંટણી યોજાઈ

ચૂંટણી પહેલા જ પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર, મહિલા રિપ્રેઝન્ટેટિવ અને કારોબારીમાં મહિલા પદ બિનહરીફ જાહેર થયા હતા


મોરબી : મોરબી બાર એસોસિએશનના નવા વર્ષના હોદેદારોની ચૂંટણી નક્કી થતા જ બાર એસોસિએશનના પ્રમુખ પદ માટે દિલીપભાઇ આર. અગેચણીયા, ઉપપ્રમુખ પદ માટે પારધી દીપકભાઈ વાલજીભાઇ, મહિલા રી-પ્રેઝન્ટેટિવ પદ માટે ખુશ્બૂબેન યોગેશભાઈ કોઠારી, ટ્રેઝરર પદ માટે નિધિબેન ત્રિભોવનભાઈ વાધડીયા અને કારોબારી સભ્યમાં મહિલા અનામતમાં હેતલબેન ત્રિલોકભાઈ મહેશ્વરી, સેક્રેટરી પદ માટે ધ્રુમિલ કિશોરભાઈ ભીમાણી બિનહરીફ થયા હતા. તેથી આજે માત્ર બાર એસો.ના જોઈન્ટ સેક્રેટરી અને કારોબારીની ચૂંટણી યોજાઈ હતી.

મોરબી બાર એસો.ના જોઈન્ટ સેક્રેટરી અને કારોબારીની ચૂંટણી યોજાઈ

જોઈન્ટ સેક્રેટરીના પદ માટે 2 ઉમેદવાર અને કારોબારીના 4 પદ માટે 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગમાં 669માંથી 519 વકીલોએ મતદાન કર્યું હતું. આ ચૂંટણીનું પરિણામ જાહેર થતા બાર એસો.ના જોઈન્ટ સેક્રેટરી તરીકે જીતેન્દ્રભાઈ સોલંકી તેમજ કારોબારીમાં પ્રદીપભાઈ કંઝારીયા, યોગેશભાઈ પારેજીયા, દેવીપ્રસાદ જોશી, ઘનશ્યામભાઈ આદ્રોજા વિજેતા થયા છે.