Saturday - Oct 03, 2026

મોરબીના ઘુંટુ ગામે જાહેરમાં તીનપતિ રમતા આઠ પકડાયા

મોરબીના ઘુંટુ ગામે જાહેરમાં તીનપતિ રમતા આઠ પકડાયા

મોરબી : મોરબી તાલુકાના ધુટું ગામે જનકપુરી સોસાયટીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડી આરોપી રમેશભાઇ લાલજીભાઇ અદગામા, વાલજીભાઇ કરશનભાઇ પરેચા, રવિભાઇ રમેશભાઇ અદગામા, પ્રવિણભાઇ રમેશભાઈ દતેસરીયા, જયસુખભાઇ ચુનીલાલ સુરેલા, દેવજીભાઇ રમેશભાઇ વિઝવાડીયા, જગદીશભાઇ દયારામભાઇ અદગામા અને પીયુષભાઇ દયારામભાઇ સોરીયાને રોકડા રૂપિયા 37,580 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.