Saturday - May 16, 2026

શિક્ષણ જે જીવન બચાવે: ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ મોરબીમાં CPR અને સામાજિક જાગૃતિ ફેલાવી

શિક્ષણ જે જીવન બચાવે: ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ મોરબીમાં CPR અને સામાજિક જાગૃતિ ફેલાવી

મોરબી : મોરબી શહેરમાં ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ (NEGS) ના વિદ્યાર્થીઓ દ્વારા જીવન બચાવતી CPR (કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન) અને સામાજિક જાગૃતિ અંગે અસરકારક જનજાગૃતિ અભિયાન યોજાઈ રહ્યું છે. આ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈ નાગરિકોને CPRના મહત્વ વિશે માહિતગાર કર્યા.


વિદ્યાર્થીઓ દ્વારા નુક્કડ નાટક, સંગીતમય કાર્યક્રમો તેમજ CPRના જીવંત પ્રદર્શન દ્વારા સરળ અને સમજણભર્યા શબ્દોમાં સમજાવવામાં આવ્યું કે અચાનક હૃદયબંધની પરિસ્થિતિમાં સમયસર અને યોગ્ય CPR અપાય તો જીવન બચાવવાની શક્યતા ત્રણ ગણીએ વધી જાય છે, જ્યારે CPR ન મળે તો દર મિનિટે આશરે 10 ટકા બચવાની શક્યતા ઘટતી જાય છે. સાથે જ CPR દરમિયાન પ્રતિ મિનિટ 100 થી 120 કમ્પ્રેશન કરવાની રીત તેમજ શ્વાસ અને કમ્પ્રેશન બંનેનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું.

 

શિક્ષણ જે જીવન બચાવે: ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ મોરબીમાં CPR અને સામાજિક જાગૃતિ ફેલાવી

ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ દ્વારા હાલ મોરબીના વિવિધ વિસ્તારોમાં આ CPR અને સામાજિક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે અને જીવન બચાવતી મહત્વપૂર્ણ માહિતી મેળવી રહ્યા છે. વિદ્યાર્થીઓની સરળ, અસરકારક અને આત્મવિશ્વાસભરી રજૂઆતને કારણે લોકોમાં CPR અંગે જાગૃતિ સાથે સ્વયં આગળ આવી મદદ કરવાની ભાવનાનો વિકાસ જોવા મળી રહ્યો છે.


માનવજીવનના રક્ષણ માટે શરૂ કરાયેલું આ જનજાગૃતિ અભિયાન આવનારા દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં માનવતા, જવાબદારી અને સમાજપ્રેમ વિકસે તેવા વિવિધ સામાજિક કાર્યક્રમો યોજીને ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ પાઠ્યપુસ્તકની બહાર પણ સંવેદનશીલ અને જવાબદાર નાગરિકો ઘડવાની પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી રહી છે.