Thursday - Jun 25, 2026

માળીયાના નાના દહીંસરા પાસે ટ્રેઇલરે ઇકોને હફડેટે લેતા ઇકો ચાલકનું મોત

માળીયાના નાના દહીંસરા પાસે ટ્રેઇલરે ઇકોને હફડેટે લેતા ઇકો ચાલકનું મોત

મોરબી : મોરબીના નવલખી રોડ પર પીપળીયા ચોકડીથી નવલખી રોડ પર નાના દહીંસરા નજીક ટ્રક ટ્રેઇલર ચાલકે અચાનક પોતાનો ટ્રક રોડ પર ચડાવી ઇકો કાર સાથે અકસ્માત સર્જતાં ઇકો કારના ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે અન્ય એક યુવકને ઇજા પહોંચી હતી.

માળીયા તાલુકાના નવલખી રોડ પર નાના દહીંસરા નજીક જીજે - 36 - ટી - 4499 નંબરના ટ્રક ટ્રેલર ચાલકે અચાનક પોતાનો ટ્રક રોડ પર ચડાવી જીજે - 36 - એપી - 0287 નંબરની ઇકો કારને હડફેટે લેતા ઇકો ચાલક રફીક દાઉદભાઈ જંગિયા રહે.ન્યુ નવલખીનગર તા.માળીયા મિયાણા વાળાનું મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે ઇકોમાં બેઠેલા હારુનભાઈ હાજીભાઈ જામને ઇજાઓ પહોંચી હતી.અકસ્માતના આ બનાવ અંગે માળીયા પોલીસે હારુનભાઈની ફરિયાદના આધારે ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.