મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની કવાયત ઘણા સમયથી ચાલી રહી હોય પણ હવે સરકાર તરફથી મોરબીની મનપા બનાવવા માટે લીલીઝંડી આપી દીધી હોય હવે તેની અમલવારી બાકી હોય તેવા સમયે એક બાદ એક એમ ગામ મનપામાં જોડાવવાનો ઇનકાર કરી રહ્યા છે. જેમાં મોરબીના ઘૂંટુની પંચાયત બોડીએ મનપામાં ભળવા સામે સખત વિરોધ દર્શાવ્યો છે.
સીરામીક નગરી મોરબીને મનપા બનાવવા માટે અગાઉ સરકારે ગંભીરતાથી લઈને કલેકટરને પરીપત્ર મોકલી મનપામાં કેટલા ગામો ભેળવવા અને ગ્રામજનોના રવૈયા સહિતની તલસ્પર્શી વિગતો જાણીને એક અહેવાલ તૈયાર કરી મોકલવાનું કહેતા જે તે સમયે કલેકટરે અધિકારીઓને સાથે રાખી મનપા બનાવેવા માટે મોરબીની હદની આસપાસ રહેલા 14 ગામોને સમાવેશ કરવાનું નક્કી કર્યું પણ આ 14 ગામોના સરપંચો સતાની સાઠમારીને કારણે મનપામાં જોડવવાનો નનૈયો ભણી દીધો હતો. ત્યારે લોકસભાની ચૂંટણી અગાઉ સરકારે સતાવાર રીતે મોરબીને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરતા ઘુંટુ ગામની પંચાયત બોડીએ શહેરી વિકાસ મંત્રીને કલેકટર મારફત રજુઆત કરી મનપામાં ન જોડવવા પાછળના કારણોમાં આ ગામ મોરબીથી 10 કિમિ દૂર છે અને આસપાસમાં ઉદ્યોગો વધુ હોવાથી ઘુંટુ ગામને મનપામાં જોડાવવાની જરૂરત નથી. તેમજ ગ્રામજનોએ પણ સર્વાનુમતે ઠરાવ કરીને મનપામાં જોડવવા માટે ના ભણી હોવાનું સરપંચ જ્યાબેનએ જણાવ્યું છે.