Tuesday - Jun 30, 2026

મોરબી નજીક ફેકટરીમાં દાઝેલા શ્રમિકનું સારવાર દરમિયાન મોત

મોરબી નજીક ફેકટરીમાં દાઝેલા શ્રમિકનું સારવાર દરમિયાન મોત

મોરબી નજીક ડેકોર કંપનીમાં અગાઉ કોઈ કારણોસર અચાનક આગની ઘટના બની હતી. તે સમયે શ્રમિક આગ બુઝાવવા જતા ગંભીર રીતે દાઝી જવાથી તેનું સારવાર દરમિયાન મોત નિપજતા અરેરાટી મચી ગઇ છે.

મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ નજીક આવેલ સર્વોત્તમ ડેકોર પ્રાઇવેટ લિમિટેડ નામની ફેકટરીમાં લાકડાની શીટના ભૂંસામા આગ લાગતા  રાજસ્થાનના વતની અંબાલાલ મિશારામ મેઘવાલ ઉ.વ.38 નામના શ્રમિક આગ બુઝાવા જતા દાઝી ગયા હતા. તેથી તેમને ગંભીર હાલતમાં સારવાર માટે અમદાવાદ દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાના મૃતકના કાગળો મોરબી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.