મોરબીમાં બાયપાસ રોડ ઉપર તેમજ જીઆઇડીસીના નાકાથી ઉમિયા સર્કલ સુધી લાઈટો હાલ બંધ હાલતમાં છે. મહાપાલિકા દ્વારા તમામ પ્રકારનો વેરો લેવામાં આવે છે. પણ આ લાઈટો છેલ્લા ઘણા સમયથી બંધ હોય છતાં પણ તેને રીપેર કરવામાં આવતી નથી તેવી સ્થાનિકો અને જાગૃત નાગરિકોએ રાવ કરી છે. મહાપાલિકા તંત્ર વહેલી તકે આ લાઈટો ચાલુ કરે તેવી માંગ ઉઠી છે.
મોરબીના જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે, મોરબીનો શનાળા બાયપાસ રોડ વર્ષોથી ઉતરોતર વિકસી રહ્યો છે. બાયપાસ રોડ પબ્લિક પ્લેસ ગણાય છે. બાયપાસ રોડ ઉપર અનેક નાસ્તાની દુકાનો આવેલી છે આથી રાત્રે અહીં ઘણું પબ્લીક નાસ્તો કરવા ભેગું થાય છે. પણ ખાટલે મોટી ખોટ એ છે કે, બાયપાસ રોડ ઉપર ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી અંધારપટ્ટ સર્જાઈ છે. બાયપાસની લાઈટો ઉડી ગઈ છે.માત્ર બે ત્રણ લાઈટો ચાલુ છે. તે સિવાયની બધી જ લાઈટો બંધ છે. તેમજ જીઆઇડીસીના નાકેથી ઉમિયા સર્કલ સુધી ઘણી લાઈટો બંધ છે. આ સ્થળ ઉપર અસામાન્ય વાહન ધસારો અને પબ્લીક ઘણું ભેગું થતું હોય રાત્રે અહીં અંધારપટ્ટમાં લોકોને ભારે મુશ્કેલી પડે છે.તેથી આ બાબતે મનપા તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.