Monday - Jul 06, 2026

વાંકાનેર નજીક ડમ્પર હડફેટે કારનો બુકડો, સદનસીબે જાનહાનિ ટળી

વાંકાનેર નજીક ડમ્પર હડફેટે કારનો બુકડો, સદનસીબે જાનહાનિ ટળી

વાંકાનેર : વાંકાનેરના બાયપાસ રોડ ઉપર પુલનું કામ ચાલી રહ્યું હોવાથી છેલ્લા ઘણા મહિનાથી ભારે વાહન સહિતનો ટ્રાફિક વાંકાનેર શહેરની મધ્યમાંથી પસાર થઈ રહ્યો છે દરમિયાન આજે બપોરના સમયે કારચાલક પોતાની કાર લઈને પસાર થતો હતો ત્યારે ડમ્પર ચાલકે તેની કારને હડફેટે લેતા કારની બંને બાજુના દરવાજા અને બોડીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું જોકે સદનસીબે અકસ્માતના બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.

વાંકાનેર શહેરમાં આવેલ સિંધાવદર દરવાજા પાસે એક્સિસ બેન્ક સામેથી આજે બપોરના સમયે કાર નંબર જીજે 36 એસી 7187 નો ચાલક પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા ડમ્પર ચાલકે તેની કારને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં કારમાં બંને બાજુએ દરવાજા તથા બોડીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જો કે, અકસ્માતના બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાના હવાલા વાળું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો છે.