Thursday - Jul 02, 2026

મોરબી ટીંબડી ગામના પાટીયા પાસે કટ રસ્તો બંધ હોવાથી ગામલોકોને ફરી ફરીને જવાની નોબત

મોરબી ટીંબડી ગામના પાટીયા પાસે કટ રસ્તો બંધ હોવાથી ગામલોકોને ફરી ફરીને જવાની નોબત

મોરબી : મોરબી ટીંબડી ગામના પાટીયા પાસે કટ રસ્તો ચાલુ કરવા સાથે પોલીસકર્મીની નિમણૂંક કરવા સરપંચે જિલ્લા પોલીસ વડાને રજુઆત કરી છે.

મોરબી માળીયા હાઈવે પર આવેલા ટીંબડી ગામના ગ્રામજનોને હાઈવે પર જવા ગામ આખાનો આંટો ફરવા જવુ પડતું હોય જેથી ગ્રામ પંચાયત સરપંચે મોરબી જિલ્લા પોલીસવડાને રજુઆત કરી બંધ કટ રસ્તો ચાલુ કરવા માંગ કરાઈ છે કટ બંધના કારણે ટીંબડી ગામના લોકોને મહેન્દ્રનગર સુધીનો થતો ધરમ‌ ધક્કો ગ્રામજનો માટે માથાનો દુખાવો બની ગયો છે. જેથી બંધ કટમાંથી મુક્તિ અપાવવાની અરજી જિલ્લા‌ પોલીસ વડા સુધી પહોંચી છે. ટીંબડી ગ્રામજનોને બંધ કટ હોવાથી રોંગ સાઈડ વાહનો ચલાવવાની ફરજ પડે છે. જે ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે જીવના જોખમે વાહન ચલાવતા કોઈ વ્યક્તિનો અકસ્માત સર્જાઈ તો જવાબદારી કોની ? તેવો સળગતો સવાલ પણ ઉઠવા પામ્યો છે તેમજ કટ બંધ હોવાના કારણે ખેતરે જતા ખેડૂતોને મહેન્દ્રનગર સુધી લાંબુ થવું પડે છે તદુપરાંત એક બાજુ કટ બંધ બીજું બાજુ આડેધડ ટ્રક પાર્કિંગ જો કટ બંધ ચાલુ કરી દેવાઇ અને એક ટ્રાફીક કર્મચારીની નિમણૂક કરાઈ તો ગ્રામજનોની સમસ્યા હલ થાય તેમ છે જેથી ટીંબડી ગ્રામ પંચાયત સરપંચ જ્યોત્સનાબેન ભરતભાઈ વડસોલા દ્વારા મોરબી જિલ્લા પોલીસવડાને આ અંગે રજુઆત કરીને ઘટતું કરવાની માંગ કરવામાં આવેલ છે.