Sunday - Jul 05, 2026

કચરા નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્વચ્છતા અભિયાનનું સુરસુરીયું

કચરા નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્વચ્છતા અભિયાનનું સુરસુરીયું

મોરબીના કેશવનગર ગામે યોગ્ય શિક્ષણ વ્યવસ્થાની મોટી ખામી છે. લગભગ ગામોમાં પ્રાથમિક એટલે ધો.8 સુધી અમુક ગામોમાં હાઇસ્કુલ એટલે ધો.10અને 12 સુધીનું શિક્ષણ હોય ત્યારે આ ગામમાં માત્ર ધો.5 સુધી જ શિક્ષણ છે. પ્રાથમિક શિક્ષણની પણ પુરી વ્યવસ્થા ન કરવી એ જવાબદાર જે તે તંત્ર માટે શરમજનક સ્થિતિ છે. આવી રીતે તો ભણે ગુજરાતનું સરકારનું સ્વપ્ન સાકાર ક્યાંથી થાય ? ધો. 5 પછીનું શિક્ષણ લેવું હોય તો આ ગામના વિદ્યાર્થીઓને ફરજિયાત અહીંથી ખાસ્સા દૂર આવેલા જેતપર કે અણીયારી ગામે જવું પડે છે. એમાંય ક્યારેક ચોમાસામાં ખરાબ પરિસ્થિતિનો પણ સામનો કરવો પડે છે.
 

કચરા નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્વચ્છતા અભિયાનનું સુરસુરીયું

મોરબીના કેશવનગર ગામ એટલે 21 વર્ષ પહેલાં જીવાપર-ચકમપર ગામથી અલગ પડેલું ગામ છે. ગામની વસ્તી 900ની હોય અને મુખ્ય ધંધો ખેતી હોય અને ઉપરથી સિંચાઇની સારી સવલત હોવાથી આ ગામની બાગબાન જેવી ઉજળી સ્થિતિ છે. સૌથી મોટું પીવાના પાણીનું સુખ છે. આ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોવાથી ડોકટર માટે નિવાસ છે પણ ડોકટર અહીં રહેતા નથી. 70 ટકા ગામની અંદરના રોડ રસ્તા એકદમ પાકા, 100 ટકા ગટર વ્યવસ્થા,લાઈટ સહિતની સુવિધા છે. પણ કચરા માટે સરકાર તરફથી કોઈ વ્યવસ્થા ન હોવાથી ગામલોકોને જ્યાં ત્યાં ગંદકી કરવી એ તેમના જ માટે સજારૂપ છે. કારણે જે કચરો કરે એ સાફ કરે એ મુજબ દરેકને પોત પોતાની રીતે કચરાનો યોગ્ય નિકાલ કરવો પડે છે. જ્યારે કેશવનગર, જીકિયારી, ખરેડાના કાચા માર્ગ હોય ખરેડાનો માર્ગ આડો ગણાય અને 33 ફૂટ જેટલો પહોળો હોય પણ એ માર્ગ દબાયેલો હોવાથી ગામલોકોને ફરી ફરીને એટલે રંગપર થઈને જવું પડે છે.આ દબાયેલો માર્ગ ખુલો કરીને પાકો બનાવી 33 ફૂટ પહોળો કરે તો ગામ ને 100% ફાયદો થાય તેમ છે. એવું ગામના સરપંચ અનશોયાબેન ગણેશભાઈ લોરિયા નું કહેવું છે.