Tuesday - Sep 08, 2026

નશાની લત ભવિષ્ય બગાડી શકે’ : મોરબીમાં વિદ્યાર્થીઓને વ્યસનથી બચવા પોલીસની સમજણ

નશાની લત ભવિષ્ય બગાડી શકે’ : મોરબીમાં વિદ્યાર્થીઓને વ્યસનથી બચવા પોલીસની સમજણ

સેન્ટ મેરી સ્કૂલમાં ટ્રાફિક સાથે વ્યસનમુક્તિ અંગે જાગૃતિ વર્ગ : નશાકારક દ્રવ્યોના દુષ્પરિણામો અને તેનાથી બચવાના ઉપાયો સમજાવાયા

મોરબી : કિશોરાવસ્થામાં થતી એક નાની ભૂલ પણ ભવિષ્યમાં ગંભીર સમસ્યાનું કારણ બની શકે છે ત્યારે વિદ્યાર્થીઓમાં શરૂઆતથી જ વ્યસનમુક્તિ અંગે જાગૃતિ આવે તે જરૂરી છે. આ હેતુસર મોરબીની નવલખી રોડ પર આવેલી સેન્ટ મેરી સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નશાકારક દ્રવ્યોથી દૂર રહેવા અને વ્યસનથી બચવા અંગે ખાસ સમજણ આપવામાં આવી હતી.
 
નશાની લત ભવિષ્ય બગાડી શકે’ : મોરબીમાં વિદ્યાર્થીઓને વ્યસનથી બચવા પોલીસની સમજણ

પોલીસ અધિક્ષકની સૂચના મુજબ અને ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શનમાં યોજાયેલા કાર્યક્રમમાં ટ્રાફિક શાખા, એસ.ઓ.જી. શાખા તેમજ આર.ટી.ઓ. કચેરીના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને અલગ-અલગ વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને નશાકારક દ્રવ્યોના ઉપયોગથી વ્યક્તિના આરોગ્ય, અભ્યાસ, પરિવાર અને સમગ્ર ભવિષ્ય પર પડી શકે તેવી નકારાત્મક અસરો અંગે સમજાવવામાં આવ્યું હતું. વ્યસનથી દૂર રહેવું, કોઈના દબાણમાં આવીને નશાકારક વસ્તુઓનો પ્રયોગ ન કરવો તથા આસપાસ કોઈ વ્યક્તિ વ્યસન તરફ ધકેલાઈ રહી હોય તો તેને યોગ્ય માર્ગદર્શન આપવું જેવા મુદ્દાઓ પર પણ વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા.
 
નશાની લત ભવિષ્ય બગાડી શકે’ : મોરબીમાં વિદ્યાર્થીઓને વ્યસનથી બચવા પોલીસની સમજણ

આ સાથે વિદ્યાર્થીઓને રસ્તા પર વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કેમ જરૂરી છે તે અંગે માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને ઉંમર અને કાયદાકીય પાત્રતા પહેલાં વાહન ચલાવવાના જોખમો અંગે સમજણ આપી ટ્રાફિક નિયમો પ્રત્યે જવાબદારી કેળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આર.ટી.ઓ. કચેરીના ઇન્સ્પેક્ટર દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા અને તેના માટે જરૂરી કાયદાકીય બાબતો અંગે પણ વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. નશાથી દૂર રહો, નિયમોનું પાલન કરો અને જવાબદાર નાગરિક બનો—આ ત્રણેય સંદેશ સાથે યોજાયેલ જાગૃતિ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ રસપૂર્વક માહિતી મેળવી હતી. કાર્યક્રમ દરમિયાન મળેલી જાણકારીથી વિદ્યાર્થીઓ અભિભૂત થયા હતા અને ટ્રાફિક તથા વ્યસનમુક્તિ અંગેના મહત્વના મુદ્દાઓને સમજવાની તક મળી હતી.