મોરબી : માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલમાં સિંચાઈ માટે મુકવામાં આવેલ ઇલેક્ટ્રિક પંપના હોઝ પાઈપમાં કચરો આવી જતા ગત તા.6ના રોજ સવારના સમયે હોઝ પાઈપનો કચરો સાફ કરવા કેનાલમાં ઉતરેલા દીપકભાઈ શાંતિલાલ ઉભડિયા ઉ.વ.41 રહે.જુના ઘાટીલા નામના યુવકનું પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.