Saturday - May 16, 2026

સુરજબારી પુલ નજીક વાહન પાછળ ટેન્કર અથડાતા ચાલકનું મોત

સુરજબારી પુલ નજીક વાહન પાછળ ટેન્કર અથડાતા ચાલકનું મોત

મોરબી : મોરબી - કચ્છ હાઇવે પર સુરજબારી પુલ નજીક ગત તા.30 ઓક્ટોબરના રોજ એનએલ - 01 - એએ - 5670 નંબરના ટેન્કર ચાલક ડાલુરામ રામારામ દતરવાલ રહે.બાડમેર રાજસ્થાન વાળાએ પુરપાટ ઝડપે પોતાનું ટેન્કર ચલાવી અજાણ્યા વાહનના પાછળના ભાગે ટેન્કર અથડાવી દેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના ભાઈએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.