Monday - Jul 06, 2026

મોરબીના ભરતનગર નજીક ટ્રેઇલર પાછળ ડમ્પર ઘુસી જવાથી ક્લીનરનું મોત

મોરબીના ભરતનગર નજીક ટ્રેઇલર પાછળ ડમ્પર ઘુસી જવાથી ક્લીનરનું મોત

મોરબી : મોરબી તાલુકાના ભરતનગર નજીક આવેલ ક્રિષ્ના હોટલના ગ્રાઉન્ડમાં ગત તા.6 ડિસેમ્બરના રોજ રાત્રીના સમયે જીજે - 13- ડબ્લ્યુ - 7130 નંબરના ડમ્પર ચાલક પાવનભાઈ ગેંડાલાલ મકવામાં રહે.મધ્યપ્રદેશ વાળાએ પુરપાટ ઝડપે પોતાનું ડમ્પર ચલાવી પીબી - 06 - એકે - 4179ના ઠાઠાના ભાગે ભટકાડી અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં ડમ્પરમાં બેઠેલા ક્લીનર શત્રુભાઈ પારસિંગભાઈ વસુનિયાને ગંભીર ઇજાઓ થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ અંગે મૃતકના ભાઈ દિલીપભાઈ પારસિંગભાઈ વસુનિયા રહે.રોશા સિરામિક વાંકાનેર વાળાએ ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકામાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.