Saturday - May 18, 2024

1700ની વસ્તી ધરાવતા ગામમાં પીવાના પાણી, ગટર, લાઈટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ ટંકારાના કલ્યાણપર ગામે વર્ષોથી આરોગ્ય કેન્દ્રની બિલ્ડીંગ ખંડિત

1700ની વસ્તી ધરાવતા ગામમાં પીવાના પાણી, ગટર, લાઈટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ

ટંકારાના કલ્યાણપર ગામે વર્ષોથી આરોગ્ય કેન્દ્રની બિલ્ડીંગ ખંડિત

ટંકારાના કલ્યાણ પર ગામે મોટાભાગની મૂળભૂત સુવિધાઓની કમી નથી. પણ ગામનું આરોગ્ય કેન્દ્ર વર્ષોથી ખંડિત હોવાથી આરોગ્ય કેન્દ્રના સ્ટાફ અને દર્દીઓ ઉપર ગમે ત્યારે મોટી ઘાત ત્રાટકી શકે એમ છે. આરોગ્ય કેન્દ્રની બીલડીગ જર્જરિત અને સાવ ખખડી ગઈ હોવા છતાં તંત્ર ધ્યાન ન આપતું હોય ગમે ત્યારે અમંગળ ઘટના બને તેવી ભીતિ હોય ગ્રામજનો અને સરપંચએ આ અંગે અગાઉ રજુઆત કરી છતાં આ રજૂઆત ઉપર અમલ ન થતા આરોગ્ય સ્ટાફ અને દર્દીઓની સ્લામતો ભગવાન ભરોસે થઈ ગઈ છે.

ટંકારાના કલ્યાણ પર ગામના સરપંચ ગીતાબેન ગજેરાએ જણાવ્યું હતું કે, ગામની વસ્તી 1700ની અને મતદાન 1150નું અને ગામનો મુખ્ય વ્યવસાય ખેતી તેમજ ઉદ્યોગ છે. જ્યારે ટંકારાના ડેમી-2 ડેમમાંથી સિંચાઇની વ્યવસ્થા હોય ખેતીમાં જરાય તકલીફ નથી અને 8 સુધીની શાળા, ગામના રસ્તા તમામ કંપલેટ, ભૂગર્ભ ગટર, કચરાની યોગ્ય વ્યવસ્થા, 100 ટકા કંપલેટ તેમજ પીવાના પાણીનું કોઈજાતનું દુઃખ નથી. કલ્યાણપરથી હીરાપર, જબલપુર, નેસડા સહિતના કાચા માર્ગો પાકા બનાવવા અને સૌથી વધુ ગામના આરોગ્ય કેન્દ્ર જર્જરિત હોવાથી તેની તત્કાળ યોગ્ય કાર્યવાહી કરવાંની જરૂર છે તેવું સરપંચે જણાવ્યું હતું.