Thursday - Jul 09, 2026

મોરબીના વીસીપરા મેઈન રોડ પર રૂ.5 કરોડના ખર્ચે ડ્રેનેજ અને સી.સી. રોડ બનશે

મોરબીના વીસીપરા મેઈન રોડ પર રૂ.5 કરોડના ખર્ચે ડ્રેનેજ અને સી.સી. રોડ બનશે

અંદાજે ૧૨ મીટર પહોળો સી.સી. રોડ બનશે: ભૂગર્ભ ગટરની સમસ્યાને દૂર કરવા માટે નવી ૬૦૦ મિ.મી. વ્યાસ ધરાવતી ડ્રેનેજ લાઇન નખાશે

મોરબી : મોરબી શહેરના વીસીપરા મેઈન રોડ પર ડ્રેનેજ લાઇન અને સી.સી. રોડ બનાવવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડે આ કામ માટે ૫ કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, જે મોરબી મહાપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે.

મહાપાલિકાના સીવીલ અને સીટી બ્યુટીફિકેશન શાખા દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ રોડ પર અંદાજે ૧૨ મીટર પહોળો સી.સી. રોડ બનાવવામાં આવશે. આ સાથે જ, આ વિસ્તારમાં વારંવાર ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાને દૂર કરવા માટે નવી ૬૦૦ મિ.મી. વ્યાસ ધરાવતી ડ્રેનેજ લાઇન પણ નાખવામાં આવશે. આ પ્રોજેક્ટ માટેનો DPR (ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) મહાપાલિકા દ્વારા તૈયાર કરી દેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ આ કામ માટે ઓનલાઇન ટેન્ડર બહાર પાડવામાં આવશે અને કામગીરી શરૂ કરવામાં આવશે. આ કામ પૂર્ણ થવાથી વી.સી.પરા વિસ્તારના રહેવાસીઓને નવી સુવિધાઓનો લાભ મળશે.