Friday - Apr 17, 2026

આયુષ હોસ્પિટલના ડો. સત્યજીતસિંહ જાડેજાએ કેન્સરના દર્દીને નવજીવન આપ્યું.

આયુષ હોસ્પિટલના ડો. સત્યજીતસિંહ જાડેજાએ કેન્સરના દર્દીને નવજીવન આપ્યું.

મોરબી: ​મોરબી જિલ્લામાં સૌપ્રથમવાર, આયુષ હોસ્પિટલના ડો. સત્યજીતસિંહ જાડેજાએ કેન્સરના દર્દીના ગંભીર અને જીવલેણ રોગ *'ફેબ્રાઈલ ન્યુટ્રોપેનિયા'*ની સફળતાપૂર્વક સારવાર કરી દર્દીને નવજીવન આપ્યું છે.

​16 સપ્ટેમ્બર, 2025ના રોજ 66 વર્ષના દર્દીને જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, ત્યારે ડો. જાડેજાની તપાસમાં જાણવા મળ્યું કે તેમને કીમોથેરાપી બાદ આ ગંભીર બીમારી લાગુ પડી હતી. દર્દીના ટોટલ WBC કાઉન્ટ માત્ર 50 હતા અને પ્લેટલેટ કાઉન્ટ પણ ખૂબ ઓછા હતા. આ કારણે દર્દીને તાવ, અતિશય નબળાઈ જેવી અનેક તકલીફો હતી.

​ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા એક અઠવાડિયાની સઘન અને સફળ સારવાર બાદ દર્દીને નવજીવન મળ્યું. 23 સપ્ટેમ્બર, 2025ના રોજ દર્દીને હોસ્પિટલમાંથી હસતા મોઢે રજા આપવામાં આવી. દર્દી અને તેમના પરિવારે ડો. જાડેજા અને આયુષ હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો છે.