મોરબી : મોરબી જલારામ ધામ ખાતે તા.૬-૭ રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અધ્યક્ષમા.ડો. પ્રવિણભાઈ તોગડીયાની ઉપસ્થિતીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની બેઠક યોજાશે.આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયા, આંતરરાષ્ટ્રીય મહામંત્રી તથા ગુજરાત પ્રદેશ પ્રમુખ રણછોડભાઈ ભરવાડ, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળસિંહ ખુમાણ, ડો. ગજેરા સાહેબ, સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી સહીતનાં અગ્રણીઓની ઉપસ્થિતીમાં મોરબી ખાતે બેઠક યોજાશે.
મોરબી શ્રી જલારામ ધામ ખાતે આગામી તા.૬-૭-૨૦૨૫ રવિવારના રોજ સવારે ૧૦ થી ૫ વાગ્યા સુધી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકનું આયોજન કરવામાં આવેલ છે. જે બેઠકમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અધ્યક્ષ હિન્દુ હ્રદય સમ્રાટમા.ડો. પ્રવિણભાઈ તોગડીયા વિશેષ ઉપસ્થિત રહેશે. તે ઉપરાંત આંતરરાષ્ટ્રીય મહામંત્રી તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળસિંહ ખુમાણ, ડો. ગજેરા સાહેબ, સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, બકુલભાઈ ખાખી, જગદીશભાઈ વડોદરીયા, શશીકાંતભાઈ પટેલ સહીતના અગ્રણીઓની ઉપસ્થિતીમાં બેઠક યોજાશે. આ બેઠકમાં સંગઠનના વિસ્તરણ તેમજ સંસ્થાના આગામી કાર્યક્રમો વિશે ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે.આ બેઠકને સફળ બનાવવા મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના અધ્યક્ષ સી.ડી. રામાવત, ઉપાધ્યક્ષ પ્રતાપભાઈ ચગ, તાલુકા અધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ કાલરીયા, શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, મંત્રી નિર્મિતભાઈ કક્કડ,નરેન્દ્રભાઈ પાઁઉ, રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા અધ્યક્ષ નેવિલભાઈ પંડિત, શ્યામભાઈ ચૌહાણ, લખનભાઈ કક્કડ, હિતેશભાઈ જાની, કૌશલભાઈ જાની સહીત નાં અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે, તેમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી શહેરના મંત્રી નિર્મિત કક્કડએ જણાવ્યું છે.