Wednesday - Apr 29, 2026

મોરબીમાં ડો.કુસુમબેન દોશી અન્નપૂર્ણા રથ દ્વારા પ્રસુતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ

મોરબીમાં ડો.કુસુમબેન દોશી અન્નપૂર્ણા રથ દ્વારા પ્રસુતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ

મોરબી : મોરબી સિવિલ હોસ્પીટલ માં મોરબી  જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ ના માધ્યમથી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરવાનો સેવાયજ્ઞ અવિરત ચાલુ.છે.

મોરબીમાં ડો.કુસુમબેન દોશી અન્નપૂર્ણા રથ દ્વારા પ્રસુતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે તેમજ જલારામ પ્રાર્થના મંદિર સંચાલિત ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરીયાતમંદોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા શહેરની સિવિલ હોસ્પીટલ ખાતે  પ્રસુતા માતાઓને દોશી પરીવારના સહયોગથી ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરવામાં આવી રહ્યો છે. આ સેવાકાર્ય અવિરતપણે  જલારામ મંદિર મહિલા મંડળના બહેનો દ્વારા પ્રદાન કરવામાં આવી રહ્યુ છે.

મોરબીમાં ડો.કુસુમબેન દોશી અન્નપૂર્ણા રથ દ્વારા પ્રસુતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ