ભારતના (સંવિધાન) બંધારણના ઘડવૈયા વિશ્વ રત્ન મહામાનવ ડો.બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતી નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી શહેરમાં ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શોભાયાત્રા મોરબી શહેરના રેલવે સ્ટેશનથી સવારે 9-30 કલાકે શરૂ થઈ મુખ્ય પોસ્ટથી નગર દરવાજા ચોક થઈ મહાનગરપાલિકા ખાતે આવેલા ડો. બાબાસાહેબના સ્ટેચ્યૂને ફૂલહાર કરી બપોરના 2-30 કલાકે આ રેલીની પુર્ણાહુતિ કરવામાં આવશે.
મોરબીના ઇતિહાસમાં પહેલીવાર આ શોભાયાત્રામાં ડો.બાબાસાહેબ આંબેડકરજીએ લિખિત બંધારણને હાથીની અંબાડી ઉપર દેશી ઢોલના સથવારે મોરબી શહેરના રેલીના રૂટ પર નીકળશે. ત્યારે આ ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રામાં મોરબી શહેરની જાહેર જનતાને જોડાવા સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ, મોરબી દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.