Saturday - May 16, 2026

મોરબીમાં ડૉ. આંબેડકરના મહાપરિનિર્વાણ દીને કેન્ડલ માર્ચ, મહારેલી, મહાસભા

મોરબીમાં ડૉ. આંબેડકરના મહાપરિનિર્વાણ દીને કેન્ડલ માર્ચ, મહારેલી, મહાસભા

મોરબી : મોરબીમાં અનુસૂચિત જાતિ, મૂળનિવાસી સંઘ દ્વારા મહામાનવ ડૉ. બાબાસાહેબ આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને ત્યારે કેન્ડલ માર્ચ પણ યોજાશે.

તા 6 ડિસેમ્બર 2025 ને શનિવારે સાંજના 6:30 વાગ્યે કેન્ડલ માર્ચ મોરબીના નહેરુ ગેટ ચોકથી શરૂ કરવામાં આવશે અને મોરબીમાં મહાપાલિકા પાસે આવેલ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પૂર્ણ કરવામાં આવશે અને ત્યાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સાથે ભારતીય બંધારણના આમુખનું વાચન પણ કરવામાં આવશે.  સ્વયમ્ સૈનિક દળ, મોરબી દ્વારા મહારેલી, મહાસલામી અને મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. મહારેલીની શરૂઆત સવારે 9 વાગ્યે ઉમિયા નગરથી થશે. રેલી સોઓરડી, નટરાજ ફાટક, મયુરપુલ, દરબારગઢ, સબજેલ, વાઘપર, શનાબારોડ, થઈને સિવિલ હોસ્પિટલ ખાતે ડૉ. બાબાસાહેબના સ્ટેચ્યૂને સલામી આપશે. ત્યારબાદ રેલી નહેરુ ગેટ ગેસ્ટ હાઉસ, શક્તિચોક, વીસીફાટક, રેલવે સ્ટેશન, કુબેર નગર, અને લાયન્સ નગર ખાતે સમાપ્ત થશે. રેલીના સમાપન બાદ રોહિદાસ પરા ખાતે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે,

મોરબીમાં ડૉ. આંબેડકરના મહાપરિનિર્વાણ દીને કેન્ડલ માર્ચ, મહારેલી, મહાસભા