દરરોજ લોકોને બચકા ભરતા હોવાની રાવ : સ્થાનિક મહિલાઓની મહાપાલિકામાં રજુઆત
મોરબી : મોરબીમાં નાની બજાર, ખત્રીવાડ, સૈફી મુલ્લા શેરી વિસ્તારમાં શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે. આ મામલે સ્થાનિક મહિલાઓ દ્વારા મહાપાલિકામાં રજુઆત કરવામાં આવી છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં દરરોજ બેથી ત્રણ લોકોને શ્વાનો બચકા ભરી લ્યે છે. બાળકોનું બહાર જવાનું બંધ થઈ ગયું છે. મોટા લોકોને પણ બહાર નીકળતા ડર લાગે તેવી સ્થિતિ ઉદભવી છે. અહીં શ્વાનોના આતંકથી લોકો ખૂબ પરેશાની ભોગવી રહ્યા છે. આ મામલે નાયબ કમિશનર સંજય સોનીએ જણાવ્યું કે શ્વાનોનો આતંક ઘટાડવા ખસિકરણની કાર્યવાહી કરવામાં આવશે.