મોરબી : ટંકારાના નસીતપર ગામે સહકારી મંડળી દ્વારા ખેડૂત શિબિર યોજાશે. નસીતપર જૂથ સેવા સહકારી મંડળી દ્વારા તા.13ના રોજ નસીતપર ગ્રામ પંચાયતના ગ્રાઉન્ડ ખાતે ખેડૂત શિબિર અને વર્ષીક સાધરણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ નિષ્ણાતો જીવાણી અને સરડવા ઉપસ્થિત રહીને ખેત ઉત્પાદન વિશે ખેડૂતોને સમગ્ર જાણકારી પુરી પાડશે. આ તકે મોરબી એપીએમસીના ચેરમેન ભવાનભાઈ ભાગિયા, વાઇસ ચેરમેન મનહરભાઈ બાવરવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ ખેડૂત શિબિરમાં ખેડૂતોને હાજર રહેવા નસીતપર જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ મનોજભાઈ બેચરભાઈ દેત્રોજાએ અપીલ કરી છે.