Sunday - May 10, 2026

મોરબીમાં ડો.આંબેડકર જન્મજયંતિ નિમિતે ભવ્ય રેલી અને ભીમ ભજનનું આયોજન

મોરબીમાં ડો.આંબેડકર જન્મજયંતિ નિમિતે ભવ્ય રેલી અને ભીમ ભજનનું આયોજન

મોરબી : મોરબીમાં 14 એપ્રિલે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ લઈને સમગ્ર અનુસૂચિત જાતિ સમુદાયમાં હર્ષની લાગણી ફેલાઇ ગઇ છે અને ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિના અવસરે સમગ્ર અનુસૂચિત જાતિ સમુદાય દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી સ્ટેશન રોડ ઉપર આવેલ સમાજની વાડી ખાતેથી નીકળી મુખ્યમાર્ગો પર પસાર થઈને મહાનગરપાલિકામાં આવેલી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાંએ પહોંચી ફુલહાર અર્પણ કરી ભાવ વંદના કરાશે

યુગપુરુષ, ભારત રત્ન, ભારતીય સંવિધાન નિર્માતા ડો.બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે મોરબીમાં બિલિવ ફાઉન્ડેશન દ્વારા ભવ્ય ભીમ ભજનનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં આગામી તારીખ 14 એપ્રિલને સોમવારના રોજ રાત્રે 9:30 કલાકે મોરબીના સામાકાંઠે સો-ઓરડી, ભઠ્ઠાવાળી લાઈન ખાતે ભવ્ય ભીમ ભજન યોજાશે. જેમાં ભજન કલાકાર પીયુષ વાઘેલા એન્ડ ગ્રુપ ઉપસ્થિત રહેશે.

બિલિવ ફાઉન્ડેશન-મોરબી દ્વારા સમાજમાં શૈક્ષણીક જાગૃતિ માટે ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં વિચારો તેમના મિશનને આગળ વધારવા માટે અને તેમનાં જીવનકાર્યને યાદ કરી ભવ્ય ભીમ ભજનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેથી આ ભીમ ભજનના આયોજનમાં પધારવા બિલિવ ફાઉન્ડેશન દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.