Friday - May 01, 2026

મોરબીની દફ્તરી શેરીમાં ગણેશજીની વિસર્જન યાત્રા દરમિયાન વૈવિધ્યસભર હેરતઅંગેજના પ્રયોગો રજૂ કરાયા

મોરબીની દફ્તરી શેરીમાં ગણેશજીની વિસર્જન યાત્રા દરમિયાન વૈવિધ્યસભર હેરતઅંગેજના પ્રયોગો રજૂ કરાયા

મોરબીના ગ્રીનચોક અંદર આવેલ દફ્તરી શેરીમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે ગણેશજીની વિદાયની ઘડી આવી પહોંચતા આ વિસ્તારના અનોપસિંહ જાડેજાની સહિતના આગેવાનોની આગેવાની હેઠળ ગણેશજીની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી. વિસર્જન યાત્રામાં મોટી સંખ્યા લોકો નાચતા-ગાતા અને અબીલ ગુલાલની છોડો ઉડાડતા જોડાયા હતા. વિસર્જન યાત્રામાં રાસ ગરબાની સાથે યુવાનોએ સળગતી રિંગ, અખાડાના દાવ, રિગો, લાકડી ફેરવી, લાથી દાવ, નાળિયેર ફોડવા સહિતના હેરતઅંગેજના પ્રયોગો રજૂ કર્યા હતા.

મોરબીની દફ્તરી શેરીમાં ગણેશજીની વિસર્જન યાત્રા દરમિયાન વૈવિધ્યસભર હેરતઅંગેજના પ્રયોગો રજૂ કરાયા