Thursday - Jul 02, 2026

સંઘના હોદ્દેદારોએ જિલ્લા શિક્ષણ અધિકારી શુભેચ્છા મુલાકાત લીધી.

સંઘના હોદ્દેદારોએ જિલ્લા શિક્ષણ અધિકારી શુભેચ્છા મુલાકાત લીધી.

મોરબી:– આજે તા. 07/08/2025ના રોજ ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ-3 (નો.ક.) સરકારી કર્મચારી મંડળ - મોરબી ઘટકના નવ નિયુક્ત હોદ્દેદારોએ આજે જિલ્લા શિક્ષણ અધિકારી મોતા સાહેબની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

     આ શુભેચ્છા મુલાકાત દરમિયાન નીચે મુજબ સંઘના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

જીલ્લા પ્રમુખ મેહુલ એચ.દેથરિયા, જીલ્લા મહામંત્રી હર્ષદ જી. બોડા,ઉપપ્રમુખ ભાવેશ ડી. ડાંગર,બિપિન એલ.ચોપડ, સહમંત્રી હાર્દિક ડી.વડાવિયા, મકબુલ એમ. બાદી, સત્યજીતસિંહ એફ. જાડેજા, કોષાધ્યક્ષ મનોજ એમ. છત્રૉલા સંગઠન મંત્રી આશિષ ચાપાણી, સંદીપ ફુલતરિયા, મીડિયા કન્વીનર કિરણ બી.સોજીત્રા,સલાહકાર સમિતિ હિતેશ એમ.પટેલ, મહિલા પ્રતિનિધિઓમાં ધર્મિષ્ઠાબેન એન. ટીટોડિયા, ઉર્મિલાબા એસ.ઝાલા, માધુરીબેન એમ.માલવાણીયા આ શુભેચ્છા મુલાકાતમાં હાજર રહ્યા હતા.

સંઘના હોદ્દેદારોએ જિલ્લા શિક્ષણ અધિકારી શુભેચ્છા મુલાકાત લીધી.

 આ પ્રસંગે સંઘના પ્રતિનિધિમંડળે મોરબી જિલ્લામાં શિક્ષણક્ષેત્રે ગુણવત્તા સુધારણા, શિક્ષકહિત અને સંઘના કાર્યક્ષેત્રને વધુ મજબૂત બનાવવા અંગે નિયત આયોજન અને સહકાર અંગે ચર્ચા કરી હતી,આ મુલાકાતમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ નવા હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવી અને તેમના કાર્યકાળ માટે સફળતાની કામના વ્યક્ત કરી હતી.