મોરબી/માળિયા:મોરબી ન્યુમિસમેટિક ક્લબના સ્થાપક વાઇસ ચેરમેન અને ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ દર્શનભાઈ ડી. દવેના જન્મદિવસની ઉજવણી પ્રેરણાદાયી રીતે કરવામાં આવી હતી. તેમના જન્મદિવસના સુમેળ ભર્યા અવસરે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત કૃષ્ણનગર (તા. માળિયા મી.) પ્રાથમિક શાળા અને મોટા દહીંસરા સ્થિત શ્રીમતી પી.એચ. કોટિચા પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક સાધન સામગ્રીની કીટ ભેટ આપવામાં આવી હતી.
શિક્ષણને વેગ આપવાના આ ઉમદા કાર્યમાં બંને શાળાના બાળકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
આ પ્રસંગે બંને શાળાના પ્રધાનાચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શ્રીમતી નીતાબહેન ડાંગર અને જે.બી. રાજ્યગુરુએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. એડવોકેટ દર્શનભાઈ દવે દ્વારા જન્મદિવસની ઉજવણી જ્ઞાનયજ્ઞમાં સહભાગી થઈને કરવામાં આવતા સર્વેએ તેમની કામગીરીને બિરદાવી હતી.