Saturday - Oct 24, 2026

મોરબીની પ્રાચીન ગરબીમાં સંસ્થા દ્વારા નવરાત્રિમાં 550થી વધુ બાળાઓને કપ-મગની લ્હાણીનું વિતરણ

મોરબીની પ્રાચીન ગરબીમાં સંસ્થા દ્વારા નવરાત્રિમાં 550થી વધુ બાળાઓને કપ-મગની લ્હાણીનું વિતરણ

મોરબી : મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા નવરાત્રિ પર્વ નિમિત્તે શહેરની વિવિધ ગરબીઓમાં 550થી વધુ દીકરીઓને કપ-મગની લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. દર વર્ષની પરંપરા જાળવી દીકરીઓ સાથે પર્વની ખુશીઓ વહેંચવા અને સેવાકાર્ય દ્વારા સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવવાના હેતુથી આ આયોજન કરાયું હતું.
 

મોરબીની પ્રાચીન ગરબીમાં સંસ્થા દ્વારા નવરાત્રિમાં 550થી વધુ બાળાઓને કપ-મગની લ્હાણીનું વિતરણ
મોરબીની પ્રાચીન ગરબીમાં સંસ્થા દ્વારા નવરાત્રિમાં 550થી વધુ બાળાઓને કપ-મગની લ્હાણીનું વિતરણ

ગ્રુપની બહેનોએ રાધા પાર્ક ગરબી મંડળ, સુમતીનાથ સોસાયટી, વિષ્ણુનગરના નીલકંઠ ગરબી મંડળ, ભક્તિનગર-1, નીલકંઠ મહાદેવ મંદિર, કુબેરનગર નજીકની ગરબી, ઉમિયા ગરબી મંડળ, સામાકાંઠે સરસ્વતી સોસાયટી, શક્તિ ચોક ગરબી મંડળ, વાઘપરા ગાયત્રી ગરબી મંડળ અને લીલાપર રોડના જય માતાજી ગરબી મંડળ સહિતના સ્થળોએ પહોંચીને દીકરીઓને લ્હાણી આપી હતી. આ સેવાકાર્યમાં ગ્રુપનાં પ્રમુખ હેતલબેન પટેલ સાથે જીજ્ઞાશાબેન ગોસ્વામી, ચેતનાબેન પટેલ, રેખાબેન કૈલા, આરતીબેન ચાવડા, જાગૃતિબેન પરમાર, દર્શનાબેન જોષી, નીલાબેન ચૌહાણ, નિર્મલાબેન હડિયલ, નૈમિષાબેન જોષી, રીનાબેન ધામેચા અને ધર્મિષ્ઠાબેન વ્યાસ સહિતની બહેનોએ જોડાઈને યોગદાન આપ્યું હતું. નવરાત્રિના પવિત્ર પર્વે દીકરીઓને લ્હાણી આપવાનો આ પ્રયાસ ગ્રુપની સેવાભાવના અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.