Tuesday - Jul 07, 2026

મોરબીમાં 'ધમાલ ગલી'થી બાળકોને મોબાઈલ ગેમ કરતા શેરી રમતોમાં વધુ આનંદ આવ્યો

મોરબીમાં 'ધમાલ ગલી'થી બાળકોને મોબાઈલ ગેમ કરતા શેરી રમતોમાં વધુ આનંદ આવ્યો

મોરબી : મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ મોરબીના સંયુક્ત ઉપક્રમે આજે 'ધમાલ ગલી'નું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો મોબાઈલ ગેમમાં એટલા ડૂબી ગયા હોય કે બાળપણ જેનાથી વિકસિત થતુ હોય એ પ્રકૃતિના ખોળે રમાતી શેરી રમતોથી હવે દંતકથા બની જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થતા બાળકોને સાચી રીતે બાળપણની મજા શેમાં હોય એની સાક્ષાત અનુભૂતિ કરાવવા બાળકોને શેરી રમતો રમાડવામાં આવી હતી.

મોરબીમાં 'ધમાલ ગલી'થી બાળકોને મોબાઈલ ગેમ કરતા શેરી રમતોમાં વધુ આનંદ આવ્યો

ધમાલ ગલીમાં ખોખો, કબડ્ડી, દોરડા કૂદ, ભમરડો સ્પિનિંગ ટોપ-લટ્ટુ, લીંબુ ચમચી, અને ઘણી ભાગરેસ જેવી વિસરાતી રમતોનો બાળકો તેમજ મોટેરાઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે અને ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા સહિતના અધિકારીઓએ પણ બાળકો સાથે રમતો રમીને બાળપણની યાદો તાજી કરી હતી. તેમજ ધમાલ ગલીનું આયોજન હવે દર મહિને એક વખત કાયમી ધોરણે કરવાનું પ્લાનિંગ છે. નવેમ્બર મહિનાનો કાર્યક્રમ આજે યોજાયો હતો, જ્યારે આગામી આયોજન 28મી ડિસેમ્બરના રોજ સરદાર બાગની નજીક કરવામાં આવશે, કારણ કે કેસરબાગનું રેનોવેશન ચાલી રહ્યું છે. ભવિષ્યમાં ગીલી ડંડા અને સૂતોલ (પીઠું) જેવી અન્ય પરંપરાગત રમતોનો પણ સમાવેશ કરવાની યોજના છે. આ કાર્યક્રમ દ્વારા બાળકોને મોબાઈલથી દૂર રાખીને શારીરિક વિકાસને પ્રોત્સાહન આપવાનો અને તેમને ખુશખુશાલ કરવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.