Sunday - Oct 04, 2026

વાંકાનેરમાં ઝેરી દવા પીને યુવાને મોતની સોડ તાણી

વાંકાનેરમાં ઝેરી દવા પીને યુવાને મોતની સોડ તાણી

વાંકાનેર તાલુકાના ગારીયા ગામે રહેતા ભૂરાભાઈ રવજીભાઈ રોજાસરા ઉ.43 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે જોઈ તપાસી મરણ ગયેલ જાહેર કર્યા હતા. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.