Saturday - May 18, 2024

ઉધોગોના પ્રદુષણનો મોટો ખતરો છતાં પ્રદુષણ બોર્ડનું ભેદી મૌન મોરબીમાં કેમિકલ ફેક્ટરીના ઝેરી પ્રદુષણે ખેડૂતના પાકનો સત્યાનાશ કરી નાખ્યો

ઉધોગોના પ્રદુષણનો મોટો ખતરો છતાં પ્રદુષણ બોર્ડનું ભેદી મૌન

મોરબીમાં કેમિકલ ફેક્ટરીના ઝેરી પ્રદુષણે ખેડૂતના પાકનો સત્યાનાશ કરી નાખ્યો

ઉદ્યોગનગરી તરીકે જાણીતા મોરબી આસપાસના વિસ્તારોમાં ઝેરી પ્રદુષણ ઓકતા જોખમી અમુક ઉધોગોએ આજે પ્રદુષણની સીમા વટાવી દેતા રાત દિવસ કાળી મજુરી કરીને જીવ કરતા પણ વધુ રીતે પાકનું જતન કરતા ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા આ ધરતીપુત્ર મોટા આર્થિક સંકટમાં મુકાય ગયા છે. જેમાં મોરબી તાલુકાના સોખડા ગામે કેમિકલ ફેક્ટરીમાંથી નીકળતા ઝેરી ધુંમાડાને કારણે ખેડૂતનું 40 વીઘા જમીન ઉપર વાવેલો જીરૂનો પાક બળી જતા તેઓ મોટી મુશ્કેલીમાં મુકાય ગયા છે.

મોરબી તાલુકના સોખડા ગામે રહેતા ખેડૂત બીજલભાઈ અરજણભાઈ ખાંભરાએ જિલ્લા કલેકટર સહિત રાજ્યના મુખ્યમંત્રીથી લઈ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ખેતીવાડી વિભાગ સહિતનાઓને લેખિત ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, તેમની સોખડા ગામે આવેલી ખેતીની જમીનમાં અગાઉ જીરૂનું વાવેતર કર્યું હતું અને તેઓએ 40 વીઘા જમીનમાં જીરુંનું વાવેતર કરીને આ પાકનું પોતાના જીવની જેમ જતન કરતા હોય આ જીરુંના પાકથી સારી કમાણી થવાની મોટી આશા હતી. જીરુનો પાક એકદમ સરસ રીતે તૈયાર થઈ જતા  આ ખેડૂત પાકને લણવાનો વિચાર કરતા હોય ત્યારે તેમના ખેતરના સીમાડે જ આવેલ કેમિકલ ફેક્ટરીમાંથી સતત નીકળતા ઝેરી ધુંમાડાનું આ જીરુંના પાક ઉપર ગ્રહણ લગાવતા ખેડૂતના  સારો પાક મેળવવાના અરમાનો પર પાણી ફરી વળ્યું હતું અને ફેકટરીના ઝેરી પ્રદુષણે ખેતરમાં વાવેલો તમામ જીરાનો પાક બળી જતા મોઢે આવેલ કોળિયો છીનવાઈ જવાથી આ ખેડૂત મુશ્કેલીમાં મુકાય ગયા હતા. આથી તેઓએ પોતાના જીરુંના પાકનો સત્યાનાશ કરનાર જવાબદારી ફેકટરીના માલિકો સામે કડક કાર્યવાહી અને તેમને ખેતીમાં થયેલા નુક્શાનનું યોગ્ય વળતર ચુકવવાની માંગ કરી છે. હવે આ ગંભીર બાબતમાં સ્થાનિક પ્રદુષણ બોર્ડ એ જવાબદારો સામે કેવી કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.