વાંકાનેર : એક કાર ચાલકને વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પર કાર ગયા વિના ફાસ્ટટેગમાંથી રૂપિયા કપાઈ ગયાનો મેસેજ આવ્યો હતો. મોહિતભાઈ કાલરીયા નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેમની ઈનોવા કાર 8 મેના રોજ ઘરે પાર્કિંગમાં પાર્ક કરેલી હતી અને રાત્રે 10-28 વાગ્યે તેમના મોબાઈલમાં વઘાસિયા ટોલનાકા પર 120 રૂપિયા ટોલ કપાયાનો મેસેજ આવ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, તેમણે હજુ 15 દિવસ પહેલા જ ફાસ્ટટેગ ચાલુ કરાવ્યું હતું. જેનો એકપણ વખત ઉપયોગ કર્યો નથી. ટોલનાકા પર કાર ગયા વિના જ ટોલ કપાયાનો મેસેજ આવતા તેઓ અચરજ પામી ગયા હતા. આ અંગે વઘાસિયા ટોલનાકાના જવાબદારોને જાણ કરતાં રૂપિયા રિફંડ કરી આપ્યા હતા.