Friday - May 01, 2026

મોરબીમા ટ્રક વેચવાને નામે 21 હપ્તા ભર્યા છતાં ટ્રક બળજબરીથી પડાવી લીધો

મોરબીમા ટ્રક વેચવાને નામે 21 હપ્તા ભર્યા છતાં ટ્રક બળજબરીથી પડાવી લીધો

આરોપીએ રૂ. 4.89 લાખમાં ટ્રક વેચાણ આપ્યા બાદ 21 હપ્તા ભરનાર ફરિયાદી પાસેથી ટ્રક પડાવી લીધાની યુવાને ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીના રફાળેશ્વર ગામે રહેતા યુવાને વાંકાનેરના શખ્સ પાસેથી રોકડા રૂપિયા 4.89 લાખ ચૂકવી 45 હપ્તા ભરવાની શરતે વર્ષ 2023મા ટ્રક ખરીદ કર્યા બાદ આરોપીએ 21 હપ્તા ભરપાઈ થઈ ગયા બાદ બળજબરીથી નવ મહિના પહેલા ટ્રક પડાવી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મૂળ ધ્રાંગધ્રાના એન્જાર ગામના વતની અને હાલમાં મોરબીના રફાળેશ્વર ખાતે ભાડાના મકાનમાં રહી ટ્રક ચલાવતા ઘનશ્યામભાઈ દેવાભાઈ ઝરવલીયા ઉ.39એ આરોપી ઇરફાન ઇસ્માઇલભાઈ સમાં રહે.ઉત્સવ હોટલ પાસે, ચંદ્રપુર વાંકાનેર વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, પોતે વર્ષ 2023માં આરોપી ઇરફાન પાસેથી જીજે - 14 - એક્સ - 8977 નંબરનો ટ્રક રોકડા રૂપિયા 4,89,000 ચૂકવી બાકીના નાણાં 78,500ના 45 હપ્તા ચુકવવાની શરતે ખરીદ કર્યો હતો. જે બાદ 21 હપ્તા ભરપાઈ કર્યા બાદ હાલમાં લોન ઇરફાનના નામે ચાલતી હોય ગત તા.6 મે 2025ના રોજ આરોપી ઇરફાન રફાળેશ્વર આવી બળજબરીથી ટ્રકની ચાવી લઈ પડાવી લઈ ગયો હતો.બનાવ બાદ સમાધાનની વાતચીત ચાલુ હતી પરંતુ સમાધાન ન થતા ઘનશ્યામભાઈએ આરોપી ઇરફાને રોકડા તેમજ બેંકમાં હપ્તા ભરવા જતા ટ્રક લઈ જઈ રૂ.21,37,500ની છેતરપિંડી કરવા મામલે ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.