હળવદ : મોરબી એલસીબી ટીમે હળવદ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ધૂળકોટ ગામની સીમમાં આરોપી નવઘણ ભીમજીભાઈ સનુરા રહે. શક્તિ પ્લોટ, જુના ઘાટીલા વાળાની વાડીમાં દરોડો પાડી વાડીના શેઢેથી 150 લીટર દેશી દારૂ બનાવવાનો આથો તેમજ વિદેશી દારૂની 7 બોટલ સહિત કુલ રૂપિયા 4450નો મુદામાલ ઝડપી લઈ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.