વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં અમરધામ નજીક તાલુકા પોલીસે વોચ ગોઠવી આરોપી મહેશભાઈ ભોપાભાઈ ધરજીયા રહે.ટોરિસ સિરામિક માટેલ, મૂળ રહે.અમરાપર, થાન વાળાને બાઈક ઉપર વિદેશી દારૂની હેરફેર કરતા ઝડપી લઈ વિદેશી દારૂની 12 બોટલ કિંમત રૂપિયા 15,600 તેમજ સુઝુકી કંપનીનું બર્ગમેન બાઈક કિંમત રૂપિયા 70 હજાર સહિત 85,600નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.