Friday - May 01, 2026

સૌરાષ્ટ્ર-કચ્છના યાત્રાધામ અને હેરિટેજ સ્થળોને ટ્રેન સુવિધા આપવાની માંગ

સૌરાષ્ટ્ર-કચ્છના યાત્રાધામ અને હેરિટેજ સ્થળોને ટ્રેન સુવિધા આપવાની માંગ

મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને લેખિત રજૂઆત કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને હેરિટેજ સ્થળોને અમદાવાદ સાથે જોડતી રેલવે સુવિધા પૂરી પાડવા જણાવ્યું છે.

રજૂઆતમાં જણાવાયું છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સોમનાથ, દ્વારકા, ગિરનાર, ચોટીલા, ટંકાર, વવાણિયા, નારાયણ સરોવર, ભદ્રેશ્વર, કોટેશ્વર, કાળો ડુંગર, આશાપુરા માતાજી મંદિર સહિતના અનેક યાત્રાધામો આવેલા છે. સાથે જ અનેક હેરિટેજ સ્થળો પણ આવેલા છે. જેમાંથી ઘણા સ્થળોએ રેલવે સુવિધા ઉપલબ્ધ નથી.

જેના કારણે શ્રદ્ધાળુઓ નિરાશ છે. તેથી આ સ્થળોને અમદાવાદ સાથે જોડતી રેલવે સુવિધા પૂરી પાડવામાં આવે તેવી માગ કરાઈ છે.