Monday - Apr 27, 2026

વાંકાનેરમાં સગીરાનું અપહરણ કરી અડપલાં કરનાર પરણિત શખ્સ સામે કડક કાર્યવાહીની માંગ

વાંકાનેરમાં સગીરાનું અપહરણ કરી અડપલાં કરનાર પરણિત શખ્સ સામે કડક કાર્યવાહીની માંગ

વાંકાનેરમાં હિન્દુ સગીરાનું અપહરણ કરી અડપલા કરનાર પરણિત શખ્સની ઉપર યોગ્ય કાર્યવાહી કરાવવા માટે મોરબી  હિન્દુ યુવા વાહિની ગૌરક્ષક, વાંકાનેરના અલગ અલગ હિન્દુ સંગઠનો દ્વારા વાંકાનેર મામલતદારને આવેદનપત્ર આપીને આવા લુખ્ખા તત્વોને કાયદાનું પાન કરાવવામાં આવે અને અવારનવાર બેન-દીકરી ઉપર બનતા બનાવો બંધ થાય તેવી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

વાંકાનેરમાં સગીરાનું અપહરણ કરી અડપલાં કરનાર પરણિત શખ્સ સામે કડક કાર્યવાહીની માંગ

વાંકાનેર શહેરમાં એક સગીરા સાથે પરણિત વીધર્મી દ્વારા અપહરણ કરીને સગીરાનાને  માર્કેટયાર્ડ બાજુ અવવારું જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં હાથ પકડવા નમાજ પઢાવવાના સહિતની ચેષ્ટા કરી અને ત્યાં સગીરાની સાથે અડપલા કર્યા હતા, આવા શખ્સો ઉપર યોગ્ય કાર્યવાહી કરીને કાયદાનું ભાન કરાવામાં આવે અને અવારનવાર આવા બનાવો સમગ્ર મોરબી જિલ્લામાં બનતા હોય છે,  તો આવા લુખ્ખા તત્વોને રોમિયોગીરીને ધુમ બાઇક લઈને ફરતા હોય છે રોફ જમાવતા હોય છે, તેથી આવા રોમિયો ઉપર યોગ્ય  કાર્યવાહી થાય એવી માંગ ઉઠાવી હતી.

વાંકાનેરમાં સગીરાનું અપહરણ કરી અડપલાં કરનાર પરણિત શખ્સ સામે કડક કાર્યવાહીની માંગ