Wednesday - Dec 06, 2023

માળિયા((મિં.) તાલુકાના બગસરા ગામે તલાટી મંત્રીની કાયમી નિમણુંક કરવા માંગ માળિયા((મિં.)ના બગસરા ગામે શાળામાં 220 બાળકો સામે માત્ર બે જ શિક્ષકો ! માળિયા((મિં.) તાલુકાના ભાવપરથી બગસરા ગામનો ડામર પટ્ટી રસ્તો રીપેરીંગ (પેચ વર્ક) કરાવવો તથા નવો મંજુર કરવ

માળિયા((મિં.) તાલુકાના બગસરા ગામે તલાટી મંત્રીની કાયમી નિમણુંક કરવા માંગ

માળિયા((મિં.)ના બગસરા ગામે શાળામાં 220 બાળકો સામે માત્ર બે જ શિક્ષકો ! 

માળિયા((મિં.) તાલુકાના ભાવપરથી બગસરા ગામનો ડામર પટ્ટી રસ્તો રીપેરીંગ (પેચ વર્ક) કરાવવો તથા નવો મંજુર કરવ

માળિયા(મિં.) તાલુકાના બગસરા ગામને હાલે તલાટી કમ મંત્રી ચાર્જમાં વારંવાર બદલાવતા હોય જેથી કરીને ગામ નાના- મોટા કામો હોય તથા પંચાયતના કામ હોય જેથી ચાર્જમાં રહેલા મંત્રીઓ સંતોષકારક કામ કરતા નથી જેથી કાચમી મંત્રી ગામ બગસરા મુકામે નિમણુંક કરવામાં આવે એવી અમો ગામ લોકો વતી રજુઆત કરી છે.

માળિયા(મિં.) તાલુકાના ભાવપરથી બગસરા ગામેનો મુખ્ય મંત્રી ગામ સડક યોજના વર્ષ ૨૦/૦૧/૨૦૧૭ થી ૧૯/૧/ ૨૦૨૨ તેમનો ટાઇમ પીરીયડ પુરો થયેલ હોય તે સમયે અત્યારે ભાવપર - બગસરા ડામરપટ્ટી રોડની હાલત ગંભીર હોય રોડમાં ખાડા પડી કપચી રોડ ઉપર દેખાતી હોય તેથી ગામના ઉચ્ચ માઘ્યમિક શાળામાં અભ્યાસ કરવા જતા વિધાર્થીઓને તથા ગામ લોકોને નાના વાહનો જેવા કે મોટર સાયકલ, સાયકલ, ફોર વ્હીલને નુકશાન થાય છે. જેથી કરીને આ ભાવપર-બગસરા ગામનો જોડતા રોડને તાત્કાલીકના ધોરણે રીપેરીંગ (પેચ વર્ક) અથવા તો નવો મંજુર કરવો અને ગામ લોકોને મુસાફરી કરવામાં સગવડતા મળી રહે તેવી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

માળિયા(મિં,) તાલુકાના બગસરા ગામની પ્રાથમિક શાળામાં હાલે શિક્ષકો નો બદલીનો દોર ચાલુ હોય અને નવા શિક્ષકો અમારી શાળામાં આવતા ન હોય જેથી કરીને અમારા ઘેવડાના ગામના બાળકો અંદાજે ૨૨૦ થી ૨૩૦ સુધીની સંખ્યા હોય જેથી કરીને હાલે શિક્ષકો ૫ શિક્ષકો જ હોય તેમાં બે શિક્ષકો તો સરકારી કામમાં હોય અને એક શિક્ષક આચાર્ચમાં હોય તો અમારા ગામના બાળકોને અભ્યાસ સંતોષકારક મળતો નથી તો આપ સાહેબશ્રી આ વિદ્યાર્થી બાળકો વતી અને ગ્રામ જનોતવી અમારી ગ્રામ પંચાયતની રજુઆત છે કે તાત્કાલીકના ધોરણે શિક્ષકોની ઘટને ભરવામાં આવે અથવા તો નવા આજુબાજુ ના ગામના રી.વર તથા પ્રવાસી શિક્ષક ની નિમણુંક કરવામાં આવે જેથી સેવાડાના ગામના બાળકોને સંતોષકારક અભ્યાસ મળે તેવી રજુઆત ધ્યાને લઇ યોગ્ય કરવા જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરવામાં આવી છે.

માળિયા((મિં.) તાલુકાના બગસરા ગામે તલાટી મંત્રીની કાયમી નિમણુંક કરવા માંગ

માળિયા((મિં.)ના બગસરા ગામે શાળામાં 220 બાળકો સામે માત્ર બે જ શિક્ષકો ! 

માળિયા((મિં.) તાલુકાના ભાવપરથી બગસરા ગામનો ડામર પટ્ટી રસ્તો રીપેરીંગ (પેચ વર્ક) કરાવવો તથા નવો મંજુર કરવ