Friday - May 01, 2026

દિપડા ના બચ્ચાનું ટ્રાન્સફોર્મર વીજ શૉક લાગવાથી મૃત્યુ...

દિપડા ના બચ્ચાનું ટ્રાન્સફોર્મર વીજ શૉક લાગવાથી મૃત્યુ...

વાંકાનેર:- વાંકાનેર પંથકમાં ગઈકાલે રાત્રિના સમયે વાંકાનેર રેન્જના વન વિભાગના મેસરીયા રાઉન્ડ હેઠળ આવતા સત્તાપર ગામની સીમમાં એક દીપડાના બચ્ચાનું વીજ ટ્રાન્સફોર્મર ઉપર ચડી જતા શૉક લાગવાથી મૃત્યુ નીપજ હતું. આ ઘટના બાદ વન વિભાગે દીપડાના બચ્ચાનું પીએમ કરી વિધિવત અગ્નિસંસ્કાર કર્યા હતા, વન વિભાગના જણાવ્યા પ્રમાણે દીપડાનું બચ્ચું પક્ષીના શિકારની લાલચમાં વીજ ટ્રાન્સફોર્મર ઉપર ચડી જતા જ્યાં તેને વીજ શૉક લાગ્યો હતો તેથી તેનું મૃત્યુ નીપજ્યું હતું.