Sunday - Jul 05, 2026

માળીયાના ચાચાવદરડામાં અચાનક બેભાન થઈને ઢળી પડતા યુવાનનું મોત

માળીયાના ચાચાવદરડામાં અચાનક બેભાન થઈને ઢળી પડતા યુવાનનું મોત

મોરબી : માળીયા મિયાણા તાલુકાના ચાચાવદરડા ગામની સીમમાં આવેલ માઇક્રોન સિરામિક ફેકટરીના પાર્કિંગમાં ચાલીને જઈ રહેલા મૂળ રાજસ્થાનના વતની રમેશકુમાર આડીસાલ ગુર્જર ઉ.વ. 35 નામના યુવક અચાનક બેભાન થઈ ઢળી પડતા સારવાર માટે મોરબી સિવિલમાં લાવવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.